જાહેર નિમંત્રણ :- ઢસાગામ માં ભવ્ય લોક ડાયરા નું આયોજન

જાહેર નિમંત્રણ :- ઢસાગામ માં ભવ્ય લોક ડાયરા નું આયોજન

ઢસાગામ માં કૈલાસધામ ટ્રસ્ટ તરફથી બધાને આમંત્રણ – Dhasagam

૧૫૦૦૦ ની વસ્તી ધરાવતું ભાવનગર-રાજકોટ રોડ પર આવેલું નાનકડું ગામ છે ઢસા. આમ તો આ ગામ છે, પણ ઘણાય તાલુકા ને પાછા પાડે એવું છે આ ઢસાગામ.

dhasagam dayro

આવતી ૨૫ તારીખ, એટલે કે ૨૫-૦૪-૨૦૧૮ ના રોજ ઢસાગામ ના સ્મશાન નું નવીનીકરણ કરીને ત્યાં કૈલાસધામ બનાવવાનું છે તે કૈલાસધામ નું ભૂમિપૂજન છે અને સાંજે ડાયરો છે તેનું આમંત્રણ આપવા માટે આ લેખ લખાયો છે. પણ આમંત્રણ આપતા પહેલા ઢસાગામ નો પરિચય આપી દઉં.

ઢસાગામ નો પરિચય – Introduction of Dhasa

ઉપર જણાવ્યું તેમ ગામ નાનું છે પણ ઘણું પ્રખ્યાત છે. ઘણા સમય થી ઢસાગામ માં ચાલી રહેલી તેલ ની અને કપાસ ની મિલો અને જીન ના કારણે ઢસાગામ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે.

આ ઉપરાંત હીરાઉદ્યોગ, ખાનગીબસ, હોટેલ અને સિમેન્ટ ના ઉત્પાદનો માટે જાણીતું છે ઢસાગામ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ(સરકારી અને ખાનગી) ઉપરાંત કોલેજ પણ છે ઢસાગામ માં. આજુ-બાજુ ના વિસ્તાર અને ગામોમાં વીજળી પણ ઢસાગામ માંથી મોકલવામાં આવે છે.

નાનું ગામ હોવા છતાં ઢસાગામ માં રેલ્વેસ્ટેશન અને આધુનિક બસસ્ટેન્ડ પણ છે. મુખ્ય હઈવે પર હોવાથી ઢસાગામ માં ૫ પેટ્રોલપંપ અને ૧ CNG પંપ છે અને રોડ ૨૪ કલાક ધમધમતો રહે છે. આજુ બાજુ ના ગામ ના લોકો નું હટાણું પણ ઢસા માંથી જ થાય છે.

ઘણા ખાનગી બસ ના માલિકો ઢસાગામ ના હોવાથી ઓળખાણ ના કારણે બસ માં દરરોજ છાસ, દૂધ, દહીં, ડોડા, શીભડા, શાક-બકાલું  આવું ઢસાગામ ના લોકો બીજા શહેર માં રહેતા પોતાના પ્રિયજનો ને મોકલતા રહે છે.

આતો થઇ ગામ ની સુવિધા ની વાત, હવે ઢસાગામ ના લોકો ની વાત. આવા ઉદ્યોગો હોવાથી ઢસાગામ માં ઘરે ઘરે બંગલો અને ગાડી તો સામાન્ય બાબત છે. ઉદ્યોગ ના માલિકો પૈસા માત્ર પોતાના માટે જ નથી વાપરતા, જરૂર પડે તો બીજા લોકો ની મદદ માં પણ પાછા નથી પડતા. પછી એ ૨૦૦૮ માં સુરત માં પુર આવ્યું હોય, બગસરા ની હોનારત હોય કે પછી બનાસકાઠા હોય ઢસા માંથી ફૂડ પેકેટ અને બીજી સેવાઓ મોકલવામાં આવે છે.

તો આ બાજુ ઢસાગામ માંથી સુરત માં રેહવા આવેલા સુરતીઓ(મૂળ ઢસા ના) એ પણ પોતાના વતન નું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો. પોતાના ગામ ની સફાઈ માટે સુરત માં રેહતા ઢસા વાસીઓ એ પણ ફાળો એકત્ર કરીને એક ટ્રેક્ટર દરરોજ ઘરે-ઘરે કચરો લેવા જાય એવી વ્યવસ્થા કરી આપી, જેથી પોતાનું ગામ સ્વચ્છ રહે. અને કૈલાસધામ ના નવીનીકરણ માં પણ ખુબજ ઉત્સાહ બતાવ્યો છે. પણ વતન નું ઋણ તો નજ ચૂકવી શકાય ને.

ખાલી સુરત જ નહિ, અમદાવાદ, મુંબઈ, બીજા શહેરો અને વિદેશ માં વસતા ઢસા વસીઓ એ પણ મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન કર્યો છે.

આમ તો ઢસાગામ માં બધા ઘરે-ઘરે કૈક ને કૈક હસ્તીઓ છે. કમલેશભાઈ ગઢવી જેવા પ્રખ્યાત ગાયક કલાકાર, મુકેશભાઈ સોજીત્રા જેવા પ્રખ્યાત લેખક અને એવા બીજા ઘણા લોકો છે ગામમાં જેનું બધા ઢસા વાસીઓ ગૌરવ લઇ શકે.

તો હવે મૂળ વાત પર આવીએ આજ થી લગભગ ૬ મહિના પેલા ઢસાગામ ના સરપંચ શ્રી મુકેશભાઈ રાજપરા તથા તેના પરિવાર દ્વારા ઢસાગામ માં એક સપ્તાહ નું આયોજન કર્યું હતું જેના વક્તા હતા જીજ્ઞેશદાદા (રાધે રાધે).

ઢસાગામ કૈલાસધામ નો વિચાર – Kailasdham dhasa

મુકેશભાઈ રાજપરા ને એક વિચાર આવેલો કે આપડે ઢસાગામ ના સ્મશાન નું નવીનીકરણ કરવું છે. આ શ્રીમદ્ ભગવદ સપ્તાહ માંજ સરપંચ શ્રી ના વિચાર ને વેગ મળ્યો. ઢસાગામ ના બધા લોકોએ આ વિચાર ને આવકારી લીધો અને સપ્તાહ માંજ સ્મશાન એટલે કે કૈલાસધામ માટે ફાળો કરવાનું શરુ કરી દીધું.

ગામ ના બધા લોકો અને સુરત, અમદાવાદ, મુંબઈ અને બીજે રહેલા ઢસા ના લોકો એ ખુબજ યોગદાન આપીને લગભગ ૯૦ લાખ જેટલું દાન ભેગું કર્યું. તેમાંથી સ્થાપના થઇ “કૈલાસધામ ટ્રસ્ટ ઢસા” ની.

ઢસાગામ માં આમ તો ઘણી જાતિ અને ધર્મ ના લોકો રહે છે પણ જયારે કૈલાસધામ ની વાત આવી ત્યારે બધાયે પુરતો સહયોગ આપ્યો છે તેનો ગર્વ છે.

ઢસાગામ dhasagam kailsadham navnirman trust smashan model

dhasagam in newspaper, dhasa

સાંજે ૫ વાગ્યા થી શરુ થતા આ કાર્યક્રમ માં “વતન ના રતન નું સન્માન“, “દાતાશ્રીઓ નું સન્માન” અને ભવ્ય લોક ડાયરા નું આયોજન છે.

આમ તો ઢસાગામ ના દરરેક લોકો એક રતન છે પણ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખીને અમુક વતન ના રતન નું સન્માન કરવાનું છે.

આ ડાયરા માંથી ઘનશ્યામભાઈ લાખણીઅલ્પા પટેલ, પોપટભાઈ માલધારી, ભરતદાન ગઢવી, માનસિંગભાઈ ગોહિલ અને કમલેશભાઈ ગઢવી જેવા કલાકારો દ્વારા ભજન અને મનોરંજન માણવા માટે પધારો કૈલાસધામ, ગઢડા રોડ ઢસાગામ.

તો આવતી ૨૫-૦૪-૨૦૧૮ ના રોજ આપ સહુ ને સાંજે ૫ વાગ્યે ઢસાગામ કૈલાસધામ પધારવા સમસ્ત ઢસાગામ પરિવાર અને કૈલાસધામ ટ્રસ્ટ ઢસાગામ તરફથી આમંત્રણ છે.

ઢસાગામ માં યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ ની એક જલક :-

ઢસાગામ કૈલાસધામ નું પ્લાનીંગ :-

invitation in dhasa dayrodhasagam lokdayro kailasdham

નીચેના બટન પર ક્લિક કરીને ફેસબુક અને વોટ્સેપ પર શેર કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ ને પણ આમંત્રણ આપો.

3 thoughts on “જાહેર નિમંત્રણ :- ઢસાગામ માં ભવ્ય લોક ડાયરા નું આયોજન

  1. We are waiting for something new… To gain knowledge from you…
    As we are waiting to upgrade by your leadership as this web portal and application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *